Posts

Showing posts from 2020

(૩) તડકામાં ગરમ થયેલા પાણી વડે વુઝૂ કરવા તથા ન્હાવા વિષે

❖ તડકામાં ગરમ થયેલા પાણી વડે વુઝૂ કરવા તથા ન્હાવા વિષે.        લોકોમાં આ વાત પણ ઘણી પ્રચલિત છે કે તડકામાં ગરમ થયેલા પાણી વડે વુઝૂ કરવું તથા ન્હાવું ના જાઈઝ છે.  શુદ્ધિકરણ :- ☞ સૌથી પહેલા તો આ વાત સમજવી જોઈએ કે હન્ફી મસ્લકમાં ઉપરોક્ત મસ્અલહ માં ઉલમાનો મતભેદ છે.         પરંતુ યોગ્ય વાત મકરૂહે તન્ઝિહી (હલકા દરજાની ના પસંદગી) હોવાની છે. અને તે પણ ત્યારે જ્યારે ગરમ ઈલાકામાં, ગરમ વખતમાં, સોના ચાંદીના સિવાય બીજી કોઈ ધાતુનાં વાસણમાં, ગરમ હોવાની હાલતમાં ઉપયોગ કરવામાં આવે. તો તેનો ઉપયોગ મકરૂહે તન્ઝિહી સાથે જાઈઝ રહેશે.         નહીંતર (ઉપરોક્ત શર્તો ન હોવાની સુરતમાં) તેનો ઉપયોગ મકરૂહે તન્ઝિહી વગર જાઈઝ રહેશે.  📚 (અહમ મસાઈલ...સફા.૬/૩૯) ✍️ ફૈયાઝ ઘોડી ( એમ.એફ.જી.)

(૩) આત્મહત્યા વિષે એક અંધશ્રદ્ધા

❖ આત્મહત્યા વિષે એક અંધશ્રદ્ધા.         અમુક લોકોનું માનવું છે કે જે વ્યક્તિ પણ આત્મહત્યા કરીને મૃત્યુ પામે છે તેની રૂહ ભટકતી રહે છે અસલ રૂહો ની જગ્યાએ નથી પહોંચતી.   શુદ્ધિકરણ :- ☞ આ વાત બિલકુલ ખોટી છે એવું કંઈક પણ નથી થતું.  હાં ! આ વાત અલગ છે કે આત્મહત્યા કરવી ઘણો મોટો ગુન્હો છે.  📚 ( અગ્લાટુ'લ અવામ...સફા.૨૭) ✍️ ફૈયાઝ ઘોડી ( એમ.એફ.જી.)

(૩) અબૂ જહલ ને દીનની દઅવત દેવાના બારામાં હદીષની તહકીક

❖ અબૂ જહલ ને દીનની દઅવત દેવાના બારામાં હદીષની તહકીક.        અબૂ જહલ ને દીનની દઅવત દેવાના બારામાં લોકોમાં બે હદીષ ઘણી પ્રચલિત છે...  (૧) અલ્લાહના રસૂલુલ્લાહﷺ એ અબૂ જહલ ને સીત્તેર અથવા તેથી વધુ વખત ઈમાનની દઅવત આપી હતી.  (૨) એક વખત રસુલુલ્લાહﷺ એ ધોધમાર વરસાદ અને કડકડતી ઠંડીમાં અબૂ જહલ ના ઘરનો દરવાજો ખખડાવ્યો.         આ જોઈ અબૂ જહલ બોલી ઉઠયો કે આટલા ધોધમાર વરસાદ અને કડકડતી ઠંડીમાં જરૂર કોઈ હાજતમંદ આવ્યો છે અને મનમાં વિચાર કર્યો કે તેની જે પણ જરૂરત હશે હું પૂર્ણ કરીશ.         જ્યારે તેને દરવાજો ખોલ્યો તો રસુલુલ્લાહﷺ ને ઈમાનની દઅવત લઈને ઊભા જોયા. તે છતાં પણ તેણે દઅવત કબુલ ન કરી.  શુદ્ધિકરણ :- ☞ આ બંન્ને હદીષો ઘણી શોધ્યા પછી પણ હદીષની કોઈ પણ કિતાબમાં સનદ સાથે ન મળી.  નોંધ : - ઘણી શોધ પછી પણ કોઈ હદીષનું ન મળવું તે હદીષ સાબિત ન હોવાનું પ્રતિક પણ હોઈ શકે છે તે માટે જ્યાં સુધી તે હદીષ સહીહ સનદની સાથે ન મળે ત્યાં સુધી તેને બયાન કરવામાં સાવચેત રહેવું જોઈએ. 📚 (ગેર મુસ્તનદ અહાદીષ...સફા.૮૩) 📚 (ગેર મોઅતબર રિવાયાત...

(૨) ખાધા પછી વાસણમાં પાણી નાખીને તેને પીવા વિષે

❖ ખાધા પછી વાસણમાં પાણી નાખીને તેને પીવા વિષે.        આ વાત પણ લોકોમાં ઘણી પ્રચલિત છે કે ખાધા પછી તે જ વાસણમાં જેમા ખાવા ખાધું હોય પાણી નાખીને પીવું સુન્નત છે. શુદ્ધિકરણ :-   ☞ આ વાત બેબુનિયાદ છે. અને હદીષથી પણ આ વાત સાબિત નથી. બલ્કે હદીષમાં તો માત્ર આંગળીઓ અને વાસણને સાફ કરવાનું પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. (મીશ્કાતુ'લ મસાબિહ્...૩૬૩...અન્ જાબીર)        હાં! પ્રખ્યાત વિદ્ધાન ઈમામ ગઝાલીؒ એ પોતાની કિતાબ " ઈહ્યાઉ'લ ઉલૂમ " માં આ વાત નો ઉલ્લેખ કરતા લખ્યું છે કે જે વ્યક્તિ વાસણમાં પાણી નાખીને પીશે તેને એક ગુલામ આઝાદ કરવાનો સ઼વાબ મળશે. (૨/૬ કિતાબ : આદાબુ'લ અક્લી)         પરંતુ સુન્નત હોવાનું કોઈએ  પણ નથી કહ્યું તે માટે તેને સુન્નત સમજવાથી બચવું જોઈએ.  📚 (અહમ મસાઈલ...૪/૨૨૯) ✍️ ફૈયાઝ ઘોડી ( એમ.એફ.જી.)

(૨) એક યહૂદિ ઘરડી ઔરતનો એક ભાડો રસુલુલ્લાહﷺ ના ઉચકવા વિષે હદીષની તહકીક

❖ એક યહૂદિ ઘરડી ઔરતનો એક ભાડો રસુલુલ્લાહﷺ ના ઉચકવા વિષે હદીષની તહકીક.         આ કીસ્સો પણ લોકોમાં ઘણો પ્રચલિત છે કે એક દિવસ મક્કામાં એક યહૂદિ ઘરડી ઔરત એક ભાડો લઈને જઈ રહ્યા હતા. આ જોઈ રસુલુલ્લાહેﷺ તેમની પાસે થી ભાડો લઈ એમના ઘરે પહોંચાડી દીધો. જયારે રસુલુલ્લાહﷺ ત્યાંથી જવા લાગ્યા તો તે યહુદી ઔરતે ભલામણ કરતા કહ્યું કે બેટા મક્કામાં મુહમ્મદ નામનો એક માણસ લોકોને પોતાના બાપ-દાદાના દીનથી હટાવી એક નવા દીન તરફ બોલાવી રહ્યો છે તે માટે તુ તેનાથી સાવચેત રહેજે.         આ સાંભળી રસુલુલ્લાહﷺ એ કહ્યું કે માજી તે માણસ હું પોતે જ છું આ સાંભળી તે ઔરત આશ્ચર્યચકિત થઈ ગઈ અને રસુલુલ્લાહﷺ ના આવા અખ્લાક થી પ્રભાવિત થઈ ઈમાન લઈ આવ્યા.  શુદ્ધિકરણ :- ☞  અદ્'દુરરૂ'સ સુન્નીય્યહ્ નામી મક્તબહ એ આ કીસ્સાને મનઘડત અને બેબુનિયાદ બતાવ્યો છે.          આ કીસ્સાનું મનઘડત હોવાનું એક કારણ આ પણ છે કે આ કીસ્સો મક્કાનો છે અને એમાં યહુદી ઔરતનું વર્ણન છે જ્યારે કે મક્કામાં કોઈ પણ યહુદી રહેતુ ન હતું બધા યહુદી તો મદીનામાં રહેતા હતા.    ...

(૨) ઔરતો વિષે એક અંધશ્રદ્ધા

❖ ઔરતો વિષે એક અંધશ્રદ્ધા.         અમુક ઔરતો એવી ઔરતો પાસે જેમની અવલાદ વધારે પડતી જીવીત ના રહેતી હોય પોતાને બેસવા અને જવાથી રોકે છે અને પોતાની અવલાદને પણ એવી જગ્યાએ જવાથી રોકે છે એમ સમજીને કે ત્યાં જવા અનેે બેસવાથી તે બિમારી લાગી જશે.  શુદ્ધિકરણ :- ☞ આ ઘણી ખરાબ વાત છે. આવુ સમજવું ગુનાહથી ખાલી નથી.  📚 { અગ્લાતુ'લ્ અવામ...સફા.૨૬ } ✍️ ફૈયાઝ ઘોડી ( એમ.એફ.જી.)

(૧) ચોરીની વસ્તુ ખરીદવા વિષે

 ❖ ચોરીની વસ્તુ ખરીદવા વિષે.        આ વાત પણ લોકોમાં વધુ પ્રમાણમાં જોવામાં આવે છે કે તેઓ સસ્તા ભાવે વસ્તુઓ મળી જવાના કારણે ચોર બજારમાં થી વસ્તુઓ ની ખરીદી કરે છે. અને જો તેઓને કહેવામાં આવે કે આ તો ચોરીની છે. તો તેઓ કહે છે કે ભલે ચોરીની છે પરંતુ અમે તો તેની ખરીદારી પૈસા આપીને કરી છે. તે માટે અમારા માટે હલાલ છે.  શુદ્ધિકરણ :- ☞ સૌથી પહેલા તો વેંચાણ અને ખરીદી વિષે એક શરઈ નિયમ સમજી લેવો જોઈએે કે...   " જે પણ વસ્તુ વેચવામાં આવે તે વસ્તુ પર વેચનાર વ્યક્તિની માલિકી હોવી જોઈએ." જ્યારે કે અહીંયા વેચનાર જે વસ્તુ વેચે છે તે વસ્તુ પર ન તેની માલિકી હોય છે અને ન તેનો ઉપયોગ તેના માટે હલાલ હોય છે.         તો પછી એવી વસ્તુ જે તેની (ચોરની) છે જ નથી તો તેના માટે ન વેચવું દુરુસ્ત રહેશે. અને ન બીજા વ્યક્તિની તે ખરીદી દુરુસ્ત રહેશે.  📚 (અલ્' મસાઈલુ'લ્ મુહિમ્મહ્...૬/૨૧૦) ✍️ ફૈયાઝ ઘોડી ( એમ.એફ.જી.)

(૧) એક ઔરતનું રસુલુલ્લાહ ﷺ પર કચરો નાખવો... કિસ્સાની તહકીક.

❖ એક ઔરતનું રસુલુલ્લાહ ﷺ પર કચરો નાખવો... કિસ્સાની તહકીક.        આ કિસ્સો પણ ઘણો પ્રચલિત છે કે એક ઔરત દરરોજ રસુલુલ્લાહﷺ પર કચરો નાખતી હતી અને રસ્તામાં કાટાં પણ પાથરતી હતી.         એક વખતની વાત છે કે જ્યારે રસુલુલ્લાહﷺ તે રસ્તા પરથી જઈ રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે આજે કાટાં પાથરેલા નથી અને તે ઔરતે કચરો પણ ન નાખ્યો. રસુલુલ્લાહﷺ ને ઘણું આશ્ચર્ય થયું. પૂછપરછ કરવાથી ખબર પડી કે તે બિમાર છે. તો રસુલુલ્લાહﷺ પોતે તેમની ખબર લેવા તે ઔરતના ઘરે ગયા.         આ જોઈ તે ઔરત અચંબામાં પડી ગઈ અને તેને ઘણી નવાઈ લાગી. છેવટે તે ઔરત ઈમાન લઈ આવી.  શુદ્ધિકરણ :-  ☞ ઘણી શોધ કર્યા પછી પણ આ કિસ્સો હદીષની માન્ય કિતાબોમાં ન મળ્યો.         તે માટે જ્યાં સુધી તે સહીહ સનદ સાથે ન મળે ત્યાં સુધી તેને બયાન કરવામાં સાવચેત રહેવું જોઈએ. કેમકે રસુલુલ્લાહﷺનું ફરમાન છે કે... " માણસના જુઠા હોવા માટે માત્ર આ જ વાત કાફી છે કે તે દરેક સાંભળેલી વાતો(તહકીક વગર) આગળ નક્લ કરે " (મુકદ્દમએ મુસ્લિમ શરીફ)        એવી...

(૧) વાંદરા બનાવવા વિષે

Image
❖ વાંદરા બનાવવા વિષે.         લોકોમાં આ વાત મશ્હુર છે કે પહેલી ઉમ્મતોનાં અમુક લોકો જેમને વાંદરા બનાવી દેવામાં આવ્યા હતા તેમની નસલ આજે પણ બાકી છે અને આજે જે વાંદરા છે તે પણ એમની જ નસલનાં છે. શુદ્ધિકરણ :- ☞ આ વાત બિલકુલ ખોટી છે એટલા માટે કે જે લોકોને વાંદરા બનાવી દેવામાં આવ્યા હતા તેમની નસલ આગળ વધી જ નથી. 📚 {બેહિશ્તી ઝેવર : સફા. ૧૦} ✍ ફૈયાઝ ઘોડી (એમ.એફ.જી.)