Posts

Showing posts with the label પ્રેરણાત્મક વાતો

બાળકોની માનસિક કેળવણી...!

  બાળકોની માનસિક કેળવણી...!      માણસનું કોઈ પણ કામ તેની માનસિકતા ને આધીન (તાબે) હોય છે. અને માણસની પોતાની માનસિકતા પર અન્યની વાતોથી એટલો પ્રભાવ નથી પડતો, જેટલો પ્રભાવ તેના કામ, અમલ અને વ્યવહાર તથા વર્તનથી પડે છે.      નીચે આપણે આપણા અમુક તે વર્તન અને વ્યવહાર જોઈએ જેના દ્વારા આજે આપણા બાળકોની માનસિક કેળવણી થઈ રહી છે. ૧)➠ આપણે આપણા બાળકો પાસે ઈસ્લામી તાલીમની તુલનામાં સ્કુલની તાલીમમાં ધ્યાન વધારે કેન્દ્રિત કરાવ્યું. કે દીનની તાલીમ માટે કાં તો મદ્રસો કાં તો ટ્યુશન. અને દુન્વયી તાલીમ માટે સ્કૂલ પણ અને ટ્યુશન પણ. અને સમય પણ વધારે.      આપણા આ વર્તન અને વ્યવહારથી નાના બાળક ની માનસિકતા પરિવર્તિત થઈ કે દીની તાલીમ એટલી જરૂરી નથી જેટલી દુન્યવી તાલીમ જરૂરી છે. ૨)➠ નાના બાળકને નાનપણથી જ મદ્રસા પ્રત્યે ભયભીત કરી દેવામાં આવ્યા, કે ઘરમાં જ્યારે પણ બાળક મસ્તી અથવા શરારત કરે છે તો મૌલાના (મોલસાબ) ના નામની ધમકીઓ આપવામાં આવે છે.      આપણા આ વ્યવહાર ને લીધે બાળકની માનસિકતા મદ્રસા પ્રત્યે ખતરનાક સ્વરૂપ ધારણ કરીને ઉપજે છે. જેના લીધે આગળ જતાં ...