Posts

Showing posts with the label લોકોમાં પ્રચલિત ગલત મસાઈલ

(૩) તડકામાં ગરમ થયેલા પાણી વડે વુઝૂ કરવા તથા ન્હાવા વિષે

❖ તડકામાં ગરમ થયેલા પાણી વડે વુઝૂ કરવા તથા ન્હાવા વિષે.        લોકોમાં આ વાત પણ ઘણી પ્રચલિત છે કે તડકામાં ગરમ થયેલા પાણી વડે વુઝૂ કરવું તથા ન્હાવું ના જાઈઝ છે.  શુદ્ધિકરણ :- ☞ સૌથી પહેલા તો આ વાત સમજવી જોઈએ કે હન્ફી મસ્લકમાં ઉપરોક્ત મસ્અલહ માં ઉલમાનો મતભેદ છે.         પરંતુ યોગ્ય વાત મકરૂહે તન્ઝિહી (હલકા દરજાની ના પસંદગી) હોવાની છે. અને તે પણ ત્યારે જ્યારે ગરમ ઈલાકામાં, ગરમ વખતમાં, સોના ચાંદીના સિવાય બીજી કોઈ ધાતુનાં વાસણમાં, ગરમ હોવાની હાલતમાં ઉપયોગ કરવામાં આવે. તો તેનો ઉપયોગ મકરૂહે તન્ઝિહી સાથે જાઈઝ રહેશે.         નહીંતર (ઉપરોક્ત શર્તો ન હોવાની સુરતમાં) તેનો ઉપયોગ મકરૂહે તન્ઝિહી વગર જાઈઝ રહેશે.  📚 (અહમ મસાઈલ...સફા.૬/૩૯) ✍️ ફૈયાઝ ઘોડી ( એમ.એફ.જી.)

(૨) ખાધા પછી વાસણમાં પાણી નાખીને તેને પીવા વિષે

❖ ખાધા પછી વાસણમાં પાણી નાખીને તેને પીવા વિષે.        આ વાત પણ લોકોમાં ઘણી પ્રચલિત છે કે ખાધા પછી તે જ વાસણમાં જેમા ખાવા ખાધું હોય પાણી નાખીને પીવું સુન્નત છે. શુદ્ધિકરણ :-   ☞ આ વાત બેબુનિયાદ છે. અને હદીષથી પણ આ વાત સાબિત નથી. બલ્કે હદીષમાં તો માત્ર આંગળીઓ અને વાસણને સાફ કરવાનું પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. (મીશ્કાતુ'લ મસાબિહ્...૩૬૩...અન્ જાબીર)        હાં! પ્રખ્યાત વિદ્ધાન ઈમામ ગઝાલીؒ એ પોતાની કિતાબ " ઈહ્યાઉ'લ ઉલૂમ " માં આ વાત નો ઉલ્લેખ કરતા લખ્યું છે કે જે વ્યક્તિ વાસણમાં પાણી નાખીને પીશે તેને એક ગુલામ આઝાદ કરવાનો સ઼વાબ મળશે. (૨/૬ કિતાબ : આદાબુ'લ અક્લી)         પરંતુ સુન્નત હોવાનું કોઈએ  પણ નથી કહ્યું તે માટે તેને સુન્નત સમજવાથી બચવું જોઈએ.  📚 (અહમ મસાઈલ...૪/૨૨૯) ✍️ ફૈયાઝ ઘોડી ( એમ.એફ.જી.)

(૧) ચોરીની વસ્તુ ખરીદવા વિષે

 ❖ ચોરીની વસ્તુ ખરીદવા વિષે.        આ વાત પણ લોકોમાં વધુ પ્રમાણમાં જોવામાં આવે છે કે તેઓ સસ્તા ભાવે વસ્તુઓ મળી જવાના કારણે ચોર બજારમાં થી વસ્તુઓ ની ખરીદી કરે છે. અને જો તેઓને કહેવામાં આવે કે આ તો ચોરીની છે. તો તેઓ કહે છે કે ભલે ચોરીની છે પરંતુ અમે તો તેની ખરીદારી પૈસા આપીને કરી છે. તે માટે અમારા માટે હલાલ છે.  શુદ્ધિકરણ :- ☞ સૌથી પહેલા તો વેંચાણ અને ખરીદી વિષે એક શરઈ નિયમ સમજી લેવો જોઈએે કે...   " જે પણ વસ્તુ વેચવામાં આવે તે વસ્તુ પર વેચનાર વ્યક્તિની માલિકી હોવી જોઈએ." જ્યારે કે અહીંયા વેચનાર જે વસ્તુ વેચે છે તે વસ્તુ પર ન તેની માલિકી હોય છે અને ન તેનો ઉપયોગ તેના માટે હલાલ હોય છે.         તો પછી એવી વસ્તુ જે તેની (ચોરની) છે જ નથી તો તેના માટે ન વેચવું દુરુસ્ત રહેશે. અને ન બીજા વ્યક્તિની તે ખરીદી દુરુસ્ત રહેશે.  📚 (અલ્' મસાઈલુ'લ્ મુહિમ્મહ્...૬/૨૧૦) ✍️ ફૈયાઝ ઘોડી ( એમ.એફ.જી.)