બાળકોની માનસિક કેળવણી...!
બાળકોની માનસિક કેળવણી...!
માણસનું કોઈ પણ કામ તેની માનસિકતા ને આધીન (તાબે) હોય છે. અને માણસની પોતાની માનસિકતા પર અન્યની વાતોથી એટલો પ્રભાવ નથી પડતો, જેટલો પ્રભાવ તેના કામ, અમલ અને વ્યવહાર તથા વર્તનથી પડે છે.
નીચે આપણે આપણા અમુક તે વર્તન અને વ્યવહાર જોઈએ જેના દ્વારા આજે આપણા બાળકોની માનસિક કેળવણી થઈ રહી છે.
૧)➠ આપણે આપણા બાળકો પાસે ઈસ્લામી તાલીમની તુલનામાં સ્કુલની તાલીમમાં ધ્યાન વધારે કેન્દ્રિત કરાવ્યું. કે દીનની તાલીમ માટે કાં તો મદ્રસો કાં તો ટ્યુશન. અને દુન્વયી તાલીમ માટે સ્કૂલ પણ અને ટ્યુશન પણ. અને સમય પણ વધારે.
આપણા આ વર્તન અને વ્યવહારથી નાના બાળક ની માનસિકતા પરિવર્તિત થઈ કે દીની તાલીમ એટલી જરૂરી નથી જેટલી દુન્યવી તાલીમ જરૂરી છે.
૨)➠ નાના બાળકને નાનપણથી જ મદ્રસા પ્રત્યે ભયભીત કરી દેવામાં આવ્યા, કે ઘરમાં જ્યારે પણ બાળક મસ્તી અથવા શરારત કરે છે તો મૌલાના (મોલસાબ) ના નામની ધમકીઓ આપવામાં આવે છે.
આપણા આ વ્યવહાર ને લીધે બાળકની માનસિકતા મદ્રસા પ્રત્યે ખતરનાક સ્વરૂપ ધારણ કરીને ઉપજે છે. જેના લીધે આગળ જતાં તે ઉલમાની સંગતથી પણ વંચિત રહી જાય છે.
૩)➠ આપણા સમાજમાં મોલસાબો નો પગાર, આદર અને સન્માન સ્કુલના શિક્ષકોની તુલનામાં ખૂબ જ ઓછો જોતાં બાળકો માનસિક રીતે મૌલવી નહીં, દુન્યવી ઉચ્ચ ડિગ્રી મેળવવાની મક્કમ સોચ બનાવી લે છે.
દુન્યવી ઉચ્ચ ડિગ્રી મેળવવી સારી વાત છે. પરંતુ સાથે જે દીનદારી આવવી જોઈએ તેમાં આપણું આ વર્તન નકારાત્મક અસર પેદા કરે છે.
૪)➠ મદ્રસાની રજાને બદલે સ્કૂલની રજાને એ રીતે પ્રાથમિકતા અને મહત્તા આપવામાં આવે છે કે અપણા દરેક કામો શાદી, મામા, નાના, ને ઘેર જવું વગેરે નો પ્લાન રવિવારે જ કરીએ છીએ.
જેણે બાળકોને ઈસ્લામી તાલીમની પ્રતિષ્ઠા અને મહત્તાને માનસિક રીતે એટલી કમજોર બનાવી દીધી કે બાળકની માનસિક કેળવણી આ રૂપમાં થઈ કે ભલે મદ્રસા ની ગેરહાજરી થઈ જાય વાંધો નહીં, પરંતુ સ્કુલની ગેરહાજરી ન થવી જોઈએ.
આ ઓછું હતું તે હવે તો જુમ્મા ની રજા પણ આપણા ગુજરાત માં શનીવાર અથવા રવિવારે કરી દેવામાં આવી છે, કે જે કાંઈ જુમ્મા પ્રત્યેની થોડીક પ્રતિષ્ઠા બાકી હતી તે પણ ખતમ થવા માંડી છે.
આ અમુક આપણા વ્યવહાર અને વર્તનોના તે ઉદાહરણો છે, જેનાથી આપણે આપણા બાળકોની માનસિક કેળવણી કરી રહ્યા છીએ. આ સિવાય બીજા અનેક વ્યવહારો અને વર્તનો છે જેની ઉપર ધ્યાન આપવાનું છે કે આપણા આ વર્તનને લીધે આપણા બાળકોની માનસિકતા કઈ વસ્તુઓ તરફ પ્રેરિત થઈ રહી છે..?
વાસ્તવમાં વિચારવા લાયક વાત છે કે આજે આપણા બાળકોની સોચ ઈસ્લામી સોચ નથી બનતી તેનું કારણ આ જ છે કે આપણે આપણા બાળકોની માનસિક કેળવણી કઈ પ્રકારની કરી રહ્યા છે.
✍️ મૌલાના ફય્યાઝ યૂનુસ પટેલ (ઘોડી)
Comments
Post a Comment